પોતાની બરબાદી કઇ રીતે કરવી તે શીખો છેલ્લા 10 વર્ષથી અનેક પરિવારોની આર્થીક હાલાત કેમ બગડી ? ક્યાં ગડબડ થઈ ?.. જાણવા જેવી બાબતો..

પોતાની બરબાદી કઇ રીતે કરવી તે શીખોછેલ્લા 10 વર્ષથી અનેક પરિવારોની આર્થીક હાલાત કેમ બગડી ?ક્યાં ગડબડ થઈ ?..જાણવા જેવી બાબતો..

1) ઘર દીઠ કાર ખરીદાઈ છે, જે સગવડ આપે છે પણ ઘણા રૂપિયા વપરાવે છે.વર્ષના 12000 કિમી કારમાં ફરવાનો સરેરાસ ખર્ચ રૂ 30000 થાય છે. વીમો રૂ 7000 + કાર સર્વિસ ખર્ચ રૂ 7000 અલગ થી.કુલ ખર્ચ રૂ 44000. ( પેહલા કાર વગર આશરે સરેરાશ રૂ 10000માં કામ પૂરું થતું હતું)2) ફોન ખર્ચમાં વધારો..હાલમાં પરિવારમાં 3 થી 4 સ્માર્ટ ફોન વપરાય છે. દર વર્ષે પરિવારમાં 1 નવો સ્માર્ટ ફોન ખરીદાય છે. વાર્ષિક ખર્ચમાં વધારો રૂ 18000 થી 20000

3) વધારાના બાઈક/મોપેડ..પરિવાર માં 2/3 બાઈક થયા છે. ખર્ચ રૂ 30000 થી 40000.

4) સેલિબ્રેશન ખર્ચ..બર્થડે, મેરેજ ડે, વિગેરે. બહુ જ ખોટા ખર્ચ આ વિષય માટે કરવામા આવે છે.

5) ઘર લાઈફ સ્ટાઇલમાં ધરખમ બદલાવ..સરેરાશ વાર્ષિક ખર્ચ મા ડબલ -ત્રણ ગણો વધારો થયો છે.

6) ભણતર ખર્ચ વધ્યો..પ્રાઇવેટ શાળાઓ નો ખર્ચ + Tuition ખર્ચ + સ્કુલ ફંકશનોના ખર્ચ મા જંગી વઘારો થયેલ છે.

7) Personality ખર્ચ..(બ્યૂટી પાર્લર + સલૂન + બ્રાન્ડેડ કપડા + પાર્ટી + ગેટ ટુ ગેઘર નો ઉમેરો થયો છે

8) મેડિકલ ખર્ચમાં વધારો.

.9) તહેવાર ઉજવણી ખર્ચ ખુબ મોટો થાય છે..

10) સગાઈ , લગ્ન , લાડવા , ગૃહપ્રવેશ, ઉદઘાટન એ પ્રતિષ્ઠિા ની ભુખ માટે નો દેખાવડો બની ગયો છે..

11) દર વર્ષે ફરવા જવાનો ગાંડો શોખ સૌથી વધુ લાગુ પડ્યો છે..નોંઘ – લોનનું વ્યાજ કે ખાનગી વ્યાજ ના પૈસા ગણ્યા નથી..ખર્ચ ખૂબ જ વધ્યો, પણ આવક ?આવક જોઈએ તેટલી વધી નથી જેથી માનસિક તણાવ વધ્યો..માનસીક શાંતિ માટે, ખોટા ખર્ચાઓમાં સૌ એ ઘટાડો કરવો પડશે તો જ આપણી શાખ બચી શકશે, હુંકાર અને વિશ્વાસ બની રહેશે, જમીર જળવાઈ રહેશે !!🙏🏼🙏🏼🙏🏼🙏🏼

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *