*સુરત મહાનગરપાલિકા* દ્વારા *નં.પી.આર.ઓ.નં.પ૦/ર૦૧૯-ર૦ર૦, તા.૦૧/૦૬/ર૦૧૯* થી વિવિધ કેડરોની કુલ-૨૩ જગ્યાઓ માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત

*સુરત મહાનગરપાલિકા* દ્વારા *નં.પી.આર.ઓ.નં.પ૦/ર૦૧૯-ર૦ર૦, તા.૦૧/૦૬/ર૦૧૯* થી વિવિધ કેડરોની કુલ-૨૩ જગ્યાઓ માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાતના અનુસંધાને જરૂરી સમજણ.

*સુરત મહાનગરપાલિકા* દ્વારા *નં.પી.આર.ઓ.નં.પ૦/ર૦૧૯-ર૦ર૦, તા.૦૧/૦૬/ર૦૧૯* થી વિવિધ કેડરોની કુલ-૨૩ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે જાહેરાતમાં *નીચે જણાવેલ ૧૦-કેડરની* જગ્યા માટે અગાઉ જાહેરાત પ્રસિધ્ધ કરી અરજીઓ મંગાવવામાં આવેલ હતી, તે અરજીઓ દફતરે કરવામાં આવેલ હોવાનું જણાવેલ.
૧. (ર૦૧) આસીસ્ટન્ટ ઈજનેર (સીવીલ)
૨. (ર૦૩) આસીસ્ટન્ટ ઈજનેર (ઈલેકટ્રીકલ)
૩. (૪૧૧) આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ
4. (પ૦૬) સુપરવાઈઝર (સીવીલ)
૫. (૬ર૧) લેબોરેટરી ટેકનીશ્યન
૬. (૭૧૩) ટેલીફોન ઓપરેટર
૭. (૭૧૬) ઈલેકટ્રીકલ વાયરમેન
૮. (૭૯૦) કલાર્ક કમ કમ્પાઉન્ડીંગ આસીસ્ટન્ટ
૯. (૭૯૭) માર્શલ લીડર (પુરૂષ)
૧૦.(૩૮૬) ત્રીજી શ્રેણી કલાર્ક(ઓડીટ)

ઉપરોક્ત જાહેરાત પ્રસિદ્ધ કર્યા બાદ સુરત મહાનગરપાલિકા દ્રારા *નં.પી.આર.ઓ.નં.પ૧/ર૦૧૯-ર૦ર૦, તા.૦૩/૦૬/ર૦૧૯ થી* *પુરક જાહેરાત(સુધારો)* આપી ઉપર જણાવેલ ૧૦-કેડરની જગ્યા માટે અગાઉ જાહેરાત પ્રસિધ્ધ કરી મંગાવવામાં આવેલ અરજીઓ દફતરે ન કરતા, તેવી અરજીઓ હાલની જાહેરાત અન્વયે ચાલુ રાખી, તેવી અરજીઓ અંગે નીચે મુજબની સૂચનાઓ આપેલ છે.
૧. ઉપર જણાવેલ ૧૦-કેડર પૈકીની જે જગ્યા માટે *સામાન્ય કેટેગરી(બિનઅનામત)* ના અરજદારોએ અગાઉ અરજી કરેલ છે અને તેઓ હાલ *આર્થિક નબળા વર્ગ (EWS કેટેગરી)* માં આવે છે અને સરકારશ્રી દ્રારા નિયત પ્રમાણપત્ર મેળવેલ છે ફક્ત તેવા ઉમેદવારોએ આર્થિક નબળા વર્ગ (EWS કેટેગરી) નો લાભ લેવા અગાઉ જમા કરેલ અરજીની સુરત મહાનગરપાલિકા દ્રારા આપવામાં આવેલ ડી.એફ.નંબર (DF/____/____) વાળી પહોંચની નકલ સાથે *આર્થિક નબળા વર્ગ* નું પ્રમાણપત્રની ખરી નકલ સામેલ કરી અગાઉની અરજી સાથે સામેલ કરવા *સાદા કાગળ* પર મ્યુનિ.કમિશનરશ્રીને ઉદ્દેશીને *સાદી અરજી* કરવાની રહેશે.*(ફોર્મમાં નહિ)*
૨. ઉપર જણાવેલ ૧૦-કેડર પૈકીની જગ્યા માટેની અરજી સાથે અન્ય કેટેગરીના ઉમેદવારો *(આર્થિક નબળા વર્ગ (EWS કેટેગરી) સિવાયના)* જો કોઈ વધુ પુરાવા રજુ કરવા ઈચ્છતા હોય તો ઉપર જણાવ્યા મુજબ ડી.એફ.નંબર (DF/____/____) વાળી પહોંચની નકલ સાથે ફક્ત *વધારાના પુરાવા* ની ખરી નકલ સામેલ કરી અગાઉની અરજી સાથે સામેલ કરવા *સાદા કાગળ* પર મ્યુનિ.કમિશનરશ્રીને ઉદ્દેશીને *સાદી અરજી* કરવાની રહેશે.*(ફોર્મમાં નહિ)*
૩. ઉપર જણાવેલ ૧૦-કેડર પૈકીની જે જગ્યા માટે *સામાન્ય કેટેગરી(બિનઅનામત)* ના અરજદારો કે જેઓ *આર્થિક નબળા વર્ગ (EWS કેટેગરી)* માં આવતા નથી તેવા ઉમેદવારો તથા *અનામત કેટેગરી(SC, ST SEBC)* ના ઉમેદવારોએ અરજી કરેલ છે તેવા ઉમેદવારોએ ફરીથી કોઈપણ અરજી કરવાની નથી. પરંતુ ફક્ત ઉપર જણાવેલ ૧૦-કેડર પૈકીની જે જગ્યા માટે મુળ જાહેરાતમાં અરજી કરવાનું ચુકી ગયેલ છે તેવી તે જાહેરાતમાં જણાવ્યા મુજબની તમામ કેટેગરીના ઉમેદવારો હાલની *નં.પી.આર.ઓ.પ૦/ર૦૧૯-ર૦ર૦ તા.૦૧/૦૬/ર૦૧૯* ની જાહેરાત અન્વયે નવી અરજી *(નિયત ફોર્મમાં)* કરી શકશે.
૪. ઉપર જણાવેલ ૧૦-કેડર પૈકીની જગ્યા માટેની *ઉપલી વયમર્યાદા મુળ જાહેરાતની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે* ધ્યાનમાં લેવામાં આવશે. જયારે શૈક્ષણિક લાયકાત અને અનુભવ માટે સુધારેલ જાહેરાત નં.પી.આર.ઓ.પ૧/ર૦૧૯-ર૦ર૦ તા.૦૩/૦૬/ર૦૧૯ ની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ધ્યાને લેવામાં આવશે.
વધારે વિગતવાર માહિતી માટે વેબસાઈટ

https://www.suratmunicipal.gov.in/Content/Documents/Jobs/03062019_1.pdf

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *